] crc4rmc: લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામડું ખોવાયુ !!

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2016

લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામડું ખોવાયુ !!


બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
અને
રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ

નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી 
કેમકે
રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ

બધી મળી બેડરૂમમાં મને સગવડ 
પણ 
મીઠી નિંદર માણતો એ ધોડીયુ  ખોવાયુ 

નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ 
અને
મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે 
જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ

બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે 
ત્યારે
ગોળ ઘીનુ મારી મા-બેનીનુ એ ચુરમુ ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે 
કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ 
અને
ત્યાં તો દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે ફેસબુક અને વોટસએપમા
પણ
લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામડું ખોવાયુ !!