] crc4rmc: હમેશા બાળકો માટે કામ કરતા શિક્ષકને સો-સો-સલામ

રવિવાર, 9 ઑક્ટોબર, 2016

હમેશા બાળકો માટે કામ કરતા શિક્ષકને સો-સો-સલામ

જયશ્રીબેન વઢવાણા 
(આસિ.શિક્ષક, ડો.બી.આર.આંબેડકર પ્રાથમિક શાળા, રાજકોટ) જેવા શિક્ષક પ્રત્યે હંમેશા આદર થાય જ !!! ઘણા શિક્ષકો પાસે બધુજ હોય છતાં અપંગ જેવા હોય છે અને આ શિક્ષક જુઓ અપંગ હોવા છતાં ક્યારેય એવું નથી કહ્યું કે હું અપંગ છું!!! આજે સી.આર.સી.કક્ષાના ખેલ મહાકુંભમાં શાળામાંથી બાળકોને લઈને આવેલ હતા અને ખો-ખોની ઇવેન્ટનું સ્કોરિંગનું કામ પણ તકલીફ વગર સાંભળતા હતા અને પ્રજ્ઞા વર્ગની કામગીરી પણ એટલીજ પ્રસંશનીય રહી છે. સી.આર.સી.ની કુલ પાંચ શાળાઓમાં પ્રજ્ઞા કામગીરીમાં પણ મોખરે હતા. હાલ ધોરણ ૬ લે છે. શહેર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પણ એમની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઇ છે. શિક્ષક તાલીમમાં પણ તજજ્ઞ તરીકે ક્યારેય પાછી પાની કરી નથી. પ્રથમ સત્રની એકમ કસોટીના પોતાના વિષયના તમામ પેપર પોતાની જાતેજ ટાઇપ કરીને પોતાની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ સાબિત કરી ચુક્યા છે !!! આવા હોનહાર શિક્ષકને સો-સો સલામ !!! "આજના સમયમાં એ અપંગ છે કે જેઓ પાસે બધું હોવા છતાં કામ કરતા નથી" 

ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,

બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.