] crc4rmc: સાતમા પગાર પંચ સુધારણા નિયમો-૨૦૧૬ ઉડતી નજરે

રવિવાર, 16 ઑક્ટોબર, 2016

સાતમા પગાર પંચ સુધારણા નિયમો-૨૦૧૬ ઉડતી નજરે

  • સ્કેલ ટુ સ્કેલ તા:૦૧-૦૧-૨૦૧૬થી કેન્દ્રના ધોરણે અમલ.
  • તા:૩૧-૧૨-૨૦૧૫ ના બેજીક પગાર (પગાર બેન્ડ + ગ્રેડ પે) ને ૨.૫૭ વડે ગુણતા જે રકમ આવે તેને પે મેટ્રીક્સના ટેબલ કર્મચારીને હાલમાં મળતા પે બેન્ડ અને ગ્રેડ પે ના લેવલમાં જોતા જે રકમ હોય તે રકમ અથવા તેના પછીની રકમ તેનો સુધારેલ પગાર ધોરણનો નવો પગાર થશે.
  • ઇજાફા માટે વર્ષમાં બે તારીખ ૧ લઈ જાન્યુઆરી અને ૧ લઈ જુલાઈ રહેશે. પરંતુ કર્મચારીની બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણને ધ્યાનમાં લેતા વર્ષમાં એકજ ઈજાફો મળવાપાત્ર રહેશે.
  • મોંઘવારી ભથ્થા સિવાયના તમામ ભથ્થાઓ છઠ્ઠા પગાર પંચ મુજબના અન્ય સુચના ના મળે ત્યાં સુધી ચૂકવવાના  રહેશે.
  • કર્મચારીઓ તેના હવે પછીના ઈજાફાની તારીખથી ત્યાર પછીના ક્રમિક ઈજાફાની તારીખ સુધી હાલ મળતા પગાર માળખામાં ચાલુ રાખવાનો વિકલ્પ આપી શકશે.
  • તા:૦૨-૦૧-૨૦૧૬ થી તા:૧૯-૦૮-૨૦૧૬ સુધી કોઈ બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણ મળેલ હોય તો ત્યાં સુધી કર્મચારી તેને મળતા પગાર માળખામાં ચાલુ રહેવાનો વિકલ્પ આપી શકશે.
  • હાલના પગાર માળખામાં ચાલુ રહેવાનો વિકલ્પ માત્ર એક જ પે બેન્ડ અને ગ્રેડ પે નાં સંદર્ભમાં મળશે.
  • તા:૦૧-૦૧-૨૦૧૬ પછી નવી નિમણુક મેળવનારને આવો વિકલ્પ મળશે નહી.
  • વિકલ્પ તા:૧૯-૦૮-૨૦૧૬ થી ત્રણ માસમાં આપવાનો રહેશે.
  • બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણના કિસ્સામાં કોઈ કર્મચારીને તા:૦૧-૦૧-૨૦૧૬ અને તા:૧૯-૦૮-૨૦૬ (નોટીફીકેશન તારીખ) વચ્ચેના સમયગાળામાં ઊંચા ગ્રેડ પે અથવા પગાર ધોરણમાં મુકવામાં આવે તો  આવી બઢતી અપગ્રેડેશનની તારીખથી સુધારેલ પગાર માળખામાં પગાર ફેરવવાનો વિકલ્પ પસંદ કરી શકશે. વિદ્યમાન પગાર બેન્ડ અને ગ્રેડ પે ચાલુ રાખવાનો વિકલ્પ એક વિદ્યમાન પગાર માળખાના સંબંધમાં જ મળવાપાત્ર રહેશે. 
  • એકવાર વાપરવામાં આવેલો વિકલ્પ આખરી ગણાશે.
  • રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલ પગાર સુધારણા નિયમો-૨૦૧૬ અન્વયે તા:૦૧-૦૭-૨૦૧૬ના રોજ જેમણે ઈજાફો મળ્યો છે તેમને માટે તા:૦૧-૦૧-૨૦૧૬  અથવા તા:૦૧-૦૭-૨૦૧૬ ના રોજ વિકલ્પ સ્વીકારવા માટે ગણતરી કરી ફાયદાકારક હોય તે વિકલ્પ આપી શકશે.
  • તા:૦૧-૦૧-૨૦૧૬ થી તા:૦૧-૦૬-૨૧૬ દરમિયાન નિવૃત થયેલ હોય તેમને તા:૦૧-૦૭-૨૦૧૬ થી ઈજાફો મળવાપાત્ર ન હોઈ પે મેટ્રીક્સ પગારમાં તા:૦૧-૦૧-૨૦૧૬ થી જ વિકલ્પ આપવો ફાયદાકારક રહેશે.
  • નિયમ-૬ન પેટા નિયમ-(૧)માં ઠરાવેલ ત્રણ માસની મર્યાદામાં વિક્પ અંગેની જાણ ન કરવામાં આવે તો તે કર્મચારીએ તા:૦૧-૦૧-૨૦૧૬થી અમલમાં આવે તેમ સુધારેલ પગાર માળખું લાગુ પાડવાનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું માની લેવામાં આવશે. 
  • જે કર્મચારીએ તા:૦૧-૦૧-૨૦૧૬ થી નવું પગાર ધોરણ સ્વીકારવાનો વિકલ્પ આપેલ હોય તેની હવે પછીના ઈજાફાની તારીખ :૦૧-૦૧-૨૦૧૭ રહેશે.
  • દર વર્ષે જે તે લેવલના પગારમાં મળતા પગાર પછીના લેવલનો પગાર ઇન્ક્રીમેન્ટ સ્વરૂપે મળવાપાત્ર રહેશે.
  • ઉચ્ચતર પગાર ધોરણના કિસ્સામાં હાલના પગાર લેવલ પછીનું પગાર લેવલ મળવાપાત્ર રહેશે.
  • હાલના પગાર સુધારણા નિયમો-૨૦૧૬ માં ઉચ્ચતર પગાર ધોરણના કિસ્સામાં પગાર બાંધણીના નિયમોની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.
  • ફેમેલી પ્લાનીંગના ખાસ ઇજાફા માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.
  • કયો વિકલ્પ આપવાથી ફાયદો થશે તે અંગેની ગણતરી કર્મચારી જાતે કરીને વિવેકબુદ્ધિ અનુસાર વિકલ્પ આપી શકશે.
  • સાતમા પગાર ધોરણનું વિકલ્પ ફોર્મ (ગુજરાતી)
  • સર્વિસ બુકમાં એન્ટ્રી માટેના સ્ટેમ્પનો નમુનો
  • કયો વિકલ્પ પસંદ કરવાથી થશે ફાયદો?
  • વિકલ્પ માટેની ગણતરી કરો
  • સાતમા પગાર ધોરણ ગુજરાત સરકારનો પરિપત્ર તા:૧૬-૮-૨૦૧૬
સાતમા પગાર પંચ અન્વયે આપવાના વિકલ્પનું ફોર્મ-૧ (રૂલ્સ-૬)

૧. હું ............................................................................ આથી સને-૨૦૧૬ જાન્યુઆરી મહિનાની ૧ લી તારીખથી સુધારેલ પગાર ધોરણ (પગાર ધોરણો) પસંદ કરું છું.

૨.  હું ..........................................................................આથી મારા આગામી ઈજાફાની તારીખ સુધી મારો પગાર રૂપિયા ........................ સુધી વધારવા મારા ત્યાર પછીના ઇજાફા તારીખ સુધી નીચે સુચવેલો મારો પગાર લેવાનું ચાલુ રાખવાનું પસંદ કરું છું.

૩. હું વિદ્યમાન  પગાર ધોરણમાં પગાર લેવાનું છોડી દઉં છું અથવા બંધ કરું છું. વિદ્યમાન પગાર ધોરણ ...................................................... પે બેન્ડ .............. ગ્રેડ પે .................... કુલ બેજીક ..............................

૪.  હું મારા ......................................... બઢતીની તારીખનો વિકલ્પ સ્વીકારું છું. આથી વાપરવામાં આવેલ વિકલ્પ આખરી ગણાશે અને ત્યાર પછી કોઈ તારીખે ફેરફાર કરી શકાશે નહિ.

સ્થળ :
તારીખ :
કર્મચારીની સહી      : ..............................................
કર્મચારીનું નામ       : ..............................................
હોદ્દો                   : ..............................................
શાળાનું નામ         : ...............................................
મારી સમક્ષ સહી કરી
શાળાના આચાર્યની સહી /સિક્કો



બિન રાજ્ય પત્રિત સરકારી કર્મચારીના કેસમાં કચેરીના વડાની સહી/સિક્કો


શાસનાધિકારી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
રાજકોટ

ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો-૨૦૧૬
સાતમા પગાર પંચ અન્વયે આપવાનું બાહેધરી પત્રક-૨


                    આથી હું ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો-૨૦૧૬ હેઠળ પગાર બાંધણી થવાના કારણે મને ચૂકવાયેલ વધારાની રકમ, પગાર ધોરણો આખરી થયે મારી બાકી નીકળતી રકમ હોય તો તે પરત કરવા બાહેધરી આપું છું.

સ્થળ :
તારીખ :
કર્મચારીની સહી      : ...........................................
કર્મચારીનું નામ       : ...........................................
હોદ્દો                   : ...........................................
શાળાનું નામ         : ............................................
મારી સમક્ષ સહી કરી

શાળાના આચાર્યની સહી /સિક્કો



બિન રાજ્ય પત્રિત સરકારી કર્મચારીના કેસમાં કચેરીના વડાની સહી/સિક્કો



શાસનાધિકારી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
રાજકોટ

  • સાતમા પગાર પંચ-૨૦૧૬ મુજબ સર્વિસ બુકમાં એન્ટ્રી પાડવા માટેના
    સિક્કાનો નમુનો





પે ફિકસેશન

            કચેરી હુકમ નંબર .................. તા: .................................... અન્વયે  ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક :પગર / ૧૦૨૦૧૬ / પગાર એકમ. સચિવાલય, ગાંધીનગર તા:૧૬-૦૮-૨૦૧૬ અને નાણા વિભાગ સચિવાલય, ગાંધીનગરના નોટીફીકેશન ઠરાવ ક્રમાંક : પગર / ૧૦૨૦૧૬ / ૨ / પે સેલ તા:૧૯-૦૮-૨૦૧૬ અન્વયે ન.પ્રા.શિ.સ.રાજકોટની પ્રાથમિક શાળા નંબર .............. માં ફરજ બજાવતા શિક્ષક / હેડ ટીચર શ્રી ................................................................ એ  તા: ................................. થી ૭મા પગાર પંચનો વિકલ્પ સ્વીકારેલ છે. તેમનો   તા: ............................... નો પે બેન્ડ રુ. ........................ ગ્રેડ પે રુ. ....................... કુલ બેઝીક પગાર રુ. .......................... છે.
               ૭ મા પગાર પંચના મેટ્રીક્ષ  મુજબ  તા: ......................................... થી લેવલ ................ માં રુ. ........................ પગાર મુકરર કરવામાં આવે  છે.  ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ  તા: ...................................... ઠરાવવામાં આવે છે.




ખાસ નોંધ : કોપી, પેસ્ટ કરવાથી જો કોપી રાઈટનો ભંગ થાય તો નો-પ્રોબ્લેમ - બ્લોગ એડમીન