] crc4rmc: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ - સહભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન

શુક્રવાર, 23 ડિસેમ્બર, 2016

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ - સહભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન


પ્રસ્તાવના :
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં  ગુણવત્તા સુધારણાના અનેક પ્રકારના આયોજન થઇ રહ્યા છે. તેના ભાગ રૂપે રાજકોટની તમામ શાળાઓના ગરીબ અને પછાત બાળકોના સર્વાંગી વિકાસ માટે સહ અભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન તા:૨૩-૧૨-૨૦૧૬ થી તા:૦૨-૦૧-૨૦૧૭ સુધી જુદા-જુદા સ્તરે કરવામાં આવેલ છે.
  • તા:૨૩-૧૨-૨૦૧૬ થી તા:૨૮-૧૨-૨૦૧૬ સુધી વર્ગ કક્ષાએ બાળકો ભાગ લેશે તેમાં તમામ બાળકોને સામેલ કરવાના છે.
  • તા:૨૯-૧૨-૨૦૧૬ ના રોજ શાળા કક્ષાએ આયોજન કરવાનું છે તેમાં શાળાના તમામ ધોરણના નંબર આવેલ બાળકો જુદી-જુદી સ્પર્ધામાં ભાગ લેશે.
  • તા:૩૧-૧૨-૨૦૧૬ સુધીમાં સી.આર.સી.કક્ષાએ આયોજન કરવામાં આવશે. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવેલ બાળકો જે તે સી.આર.સી.કક્ષાએ પોતાની એન્ટ્રી મોકલશે. અને સી.આર.સી.ની તમામ શાળાઓ તેમાં ભાગ લેશે.
  • સી.આર.સી.કક્ષાએ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવેલ બાળકો જે તે સી.આર.સી.કક્ષાએથી  પોતાની એન્ટ્રી બીટ કેળવણી નિરીક્ષકને મોકલશે અને બીટ કક્ષાએથી સંકલન કરી તમામ એન્ટ્રીઓ શહેર કક્ષાએ મોકલશે. અને શહેર કક્ષાના આયોજનની માહિતી હવે પછી દરેક શાળાને જાણ કરવામાં આવશે.
  • સમગ્ર આયોજનનું માર્ગદર્શન મળી રહે તે માટે તા:૨૧-૧૨-૨૦૧૬ ના રોજ શાળા નંબર-૧૯ રાજકોટ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, તમામ સદસ્યશ્રીઓ,  શાસનાધિકારી સાહેબશ્રી, તમામ કેળવણી નિરીક્ષકો, યુ.આર.સી.કો-ઓર્ડીનેટર, સી.આર.સી.કો-ઓર્ડીનેટર, ઓફીસ સ્ટાફ, એસ.એસ.એ.કચરી સ્ટાફ  અને તમામ શાળાના આચાર્યશ્રીઓ હાજર રહેલ હતા તેમજ શાસનાધિકારી સાહેબ શ્રી આરદેસણા સાહેબે વિસ્તૃત માર્ગદર્શન આપેલ હતું. 
હેતુઓ :
  1. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર  આવે.
  2. બાળકોમાં એકાગ્રતાધીરજસહિષ્ણુતાશિસ્તવ્યવસ્થાનિયમપાલનસહકાર અને ખેલદીલી જેવા ગુણોનો વિકસે છે.
  3. યોગ્યતા ધરાવતા બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે.
  4. બાળકોમાં રહેલી સ્કીલ ડેવલપ થાય.
  5. પોતાની કલા પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહે.
  6. આગળ વધવાની તક મળે.
  7. બાળકોમાં નેતૃત્વ વિકાસના ગુણ કેળવાય.
  8. બાળકોની સામૂહિક ભાવના વિકસે.
  9. બાળકોનો આત્મવિશ્વાસ વધે
  10. બાળકોને અભિવ્યકત થવાની તક મળે.
સ્પર્ધાઓની માહિતી : 
  • નિબંધ લેખન સ્પર્ધા (આશરે ૨૫૦ શબ્દો સમય ૪૫ મિનીટ)
  • નિબંધ લેખન માટેના વિષયો : 
  • (૧) સ્વચ્છતા ત્યાં પ્રભુતા  (૨) આહાર એજ ઔષધિ  (૩) વિજ્ઞાન અભિશાપ કે વરદાન 
  • વકતૃત્વ સ્પર્ધા : (સમય ૫ મિનીટ )
  • વકતૃત્વ સ્પર્ધાના વિષયો : 
  • (૧) પર્યાવરણ બચાઓ  (૨) બેટી બચાવો બેટી પઢાવો (૩) કેશ લેશ વ્યવહાર.
  • ચિત્ર સ્પર્ધા : (સમય ૬૦ મિનીટ)
  • ચિત્ર સ્પર્ધાના વિષયો : (૧) સ્વચ્છ ભાત (૨) ઉર્જા બચાવો  (૩) જળ એજ જીવન 
  • ગાયન સ્પર્ધા : (સમય ૫ મિનીટ) કાવ્યગાન, દેશભક્તિ ગીત, ગરબા, ભજન.
  • વાદન સ્પર્ધા : (સમય ૫ મિનીટ)  તબલા, ઢોલક, હાર્મોનિયમ, ગીટાર, સિતાર 
  • રમત-ગમત સ્પર્ધા : 
  • ધોરણ ૧ અને ૨ માટે સંગીત ખુરશી, ધોરણ ૩-૪ માટે લીંબુ ચમચી, ધોરણ-૫ માટે કોથળા દોડ.