] crc4rmc: મિશન-પરિચય

મિશન-પરિચય

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

આ બ્લોગને જન્મ આપનાર સી.આર.સી. કો-ઓડિઁનેટર કે.જી.પરમાર રાજકોટ આર.એમ.સી.
 કે.જી.પરમાર
 P.T.C.B.A.B.ed.

 આ બ્લોગને સહયોગ આપનાર શ્રી દિનેશભાઈ દેસાઈ એસ.એસ.એ. ગાંધીનગર
શ્રી દિનેશભાઈ દેસાઈ એસ.એસ.એ. ગાંધીનગર
આ બ્લોગની શરૂઆત કરી, ત્યારે મને તો કાંઈ આવડતું ન હતું. મારા પુત્ર હિમાંશુ અને નિકુંજ એ  મને જરૂરી માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ મારા મિત્ર એ ખૂબ સહકાર આપ્યો અને આ બ્લોગ પાંગરતો ગયો.  મારા માટે આ કામ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું.


મારા પુત્ર એ બ્રોડબેન્ડ કનેક્શનની સગવડ કરી આપી અને આ બ્લોગ  જીવંત થયો.અનેક વાચકો અને બ્લોગ ધારકોએ વારંવાર પ્રોત્સાહન આપીને મને અને બ્લોગને સક્રિય રાખ્યા.તમારા દ્વારા મળનારા સહયોગ, સહકાર, સંપર્ક, સુવિધા, સગવડ અમારી યાત્રા માટે આપણા વાસ્તવીક સંબંધનો સેતુ બની રહેશે. અનુભવ,  લાગણી અને  વિચાર માટે આભાર........
ઇન્ટરનેટને કારણે મને મારી વિચારધારા ગુજરાતી ભાષામાં  શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો સાથે વહેંચવાનો મોકો મળ્યો છે.
ઇન્ટરનેટના દરિયામાં મરજીવાની જેમ ....
વધુને વધુ ડૂબકી લગાવતા જઇએ ...
તેમ તેમ આ એન્ટર અને એસ્કેપના વિશ્વમાં શું છુપાયેલુ ... પડી રહ્યું છે ...
તેની ખબર પડતી જાય છે.
ગુજરાતી ભાષાના બ્લોગનો આરંભ કર્યા બાદ... લખતાં લખતાં .. એમ લાગ્યા કરતું કે હજુ કંઇક ખૂટે છે.
વિચાર અક્ષર સ્વરૂપે વાક્ય બનીને અવતરે ...
પણ લખનારના મનની લાગણી વગર ..
એ વિચારની તાકાતનો કે પછી નજાકતનો અંદાજ તો કેવીરીતે આવે ?
ને એટલામાં જ .... ફરતો ફરતો અહીં આવી ચડયો. બ્લોગીંગ...
મારા વિચાર અને લાગણી – એકસાથે .. રજૂ કરી શકવાની સગવડે ...
જન્મ આપ્યો બ્લોગને.. આ બ્લોગ બનાવવાનો એક માત્ર આશય - "આપ સૌને પ્રાથમિક શાળામાં કરી 
શકાય તેવા પ્રયોગો, ઉપયોગી માહિતી સરળતાથી મળી રહે તે છે. શિક્ષકો, આચાયૅ, સી.આર.સી.કો-ઓડિૅનેટર મિત્રો પણ આ વેબસાઇટની મુલાકાત લેતા હોય છે. આ કારણથી શિક્ષકોને ઉપયોગી થાય તેવા સરકારી પરિપત્રો / ઠરાવોને પણ આ વેબસાઇટમા સમાવવામા આવ્યા છે. આ પરિપત્રો શિક્ષકોને ખુબ જ ઉપયોગી થશે. 
અનુભવ .....
રોજ સવારે સૂર્ય જેમ નવો પ્રકાશ લઇને આવે અને ઉજાસ પાથરે ... તેમ જીવનનો પ્રત્યેક દિવસ પણ આપણને રોજ જાત જાતના અને ભાત ભાતના અનુભવો કરાવે છે. જાતે થયેલા ઊપરાંત ... જોયેલા, જાણેલા અને સાંભળેલા અનુભવોની રજુઆત કરી છે.
માર્ગદર્શન ......
નોકરીના અંત સુધી શિક્ષકને  માર્ગદર્શન વગર ન ચાલે. મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે. અહી તમે શિક્ષણની જૂદી જૂદી પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન મેળવશો.
પ્રેરણા .....
પ્રગતિ માટે આવશ્યક એવા વિચારો જ જન્મ આપે છે પ્રેરણાને. પરિશ્રમ કરવા પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોય છે ફક્ત પ્રેરણામાં. એટલે જ પ્રેરણા ક્યાંથી, ક્યારે, કેવી રીતે, મળી શકે તેની વાતો અહી કરીશું.
મંથન .....
વિચારોના આગમનની ઝડપનુ કોઇ માપ કાઢી શકાતુ નથી. વિચારોની શક્તિનો અંદાજ મનન કરીએ પછી જ મળે. જેમ દૂધમાંથી દહી - દહીમાંથી છાશ - અને છાશમાંથી માખણ નીકળી શકે તેમ જ વિચાર મંથન પછી જ જીવન બહેતર બનાવવા માટે જરુરી એવા વિકલ્પો વિકસાવી શકાય.
સ્વ સાથેનો સંવાદ અને અન્યો પાસેથી જાણવા મળેલી જીવનને બહેતર બનાવતી એ દિલની વાતો દિમાગથી કરી અને કરાવી છે - કે જે અંતરના ઉંડાણમાંથી વહીને મન અને આત્માને ભીંજવતી રહી છે.
આશા છે કે તમને ગમશે.
કે.જી.પરમાર સી.આર.સી. કો-ઓડિઁનેટર

અહી મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

સમય બદલાઈ રહ્યો છે ....... અમે પણ ....... અને તમે ......?

આ બ્લોગ કેવો લાગ્‍યો? જો ગમે તો મિત્રો સાથે શેર કરજો. 
ન ગમે તો અમને  જણાવજો.