] crc4rmc: ગુણોત્સવ-ઉપચારાત્મક કાર્ય

ગુણોત્સવ-ઉપચારાત્મક કાર્ય


ગુણોત્સવ વેબ સાઈટ






ગુણોત્સવના સ્વ-મૂલ્યાંકન માટેના ફ્રેમ વર્ક 

  • વાચન ગણન લેખન માટેનું માર્ગદર્શન :
  • (સી.આર.સી.નંબર-૪ રાજકોટ કોર્પોરેશનની શાળા નંબર-૧૦,૨૬,૧૭,૩૩,૬૮ માટે )
  • તા:૦૩-૦૮-૨૦૧૩ની સી.આર.સી.કક્ષાની ૧ દિવસીય શિક્ષક તાલીમમાં ઓનએર પર મેળવેલ તાલીમ મુજબ સી.આર.સી.નંબર-૪ રાજકોટ કોર્પોરેશનની તમામ શાળાઓમાં  (શાળા નંબર-૧૦,૧૭,૨૬,૩૩,૬૮,) વાચન, લેખન, ગણન (ઉપચારાત્મક કાર્ય) તા:૦૧-૦૮-૨૦૧૩ થી સ્વ-મૂલ્યાંકન કરી શરુ કરવા માટે નીચેની સુચનાઓનો અમલ કરવાનો રહેશે.
  • જરૂર જણાયે વિશેષ માર્ગદર્શન માટે શાળાના આચાર્ય, સી.આર.સી.કો-ઓર્ડીનેટર અને બીટ કેળવણી નિરીક્ષકનો સંપર્ક કરવો.તેમજ શિક્ષણ વિભાગના પરિપત્રની માર્ગદર્શક સુચનાઓનો અમલ કરવાનો રહેશે.
  • તાલીમ દરમ્યાન દરેક શાળાઓને તા:૦૧-૦૮-૨૦૧૩ થી ૩૦-૦૯-૨૦૧૩ સુધીનું વાચન, લેખન, ગણન (ઉપચારાત્મક કાર્ય)નું આયોજન કરવા માટે સમય ફાળવવામાં આવેલ અને તમામ શાળાઓએ શિક્ષકો અને આચાર્ય સાથે વિચાર વિમર્શ કરી આયોજન બનાવી અને જુથમાં ચર્ચા કરવામાં આવેલ હતી.
  • શાળા કક્ષાએ વાચન, લેખન, ગણન (ઉપચારાત્મક કાર્ય) માટે એસ.એસ.એ.તરફથી રૂ.૫૦૦ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલ હતી. આ ગ્રાન્ટ વાપરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવેલ.
  • સમયાંતરે આચાર્ય અને શિક્ષકો સાથે સમીક્ષા કરી પ્રગતી રીપોર્ટ સી.આર.સી.કો-ઓર્ડીનેટરને આપવાનો રહેશે.
  • શાળા કક્ષાએ સ્થાનિક સમય અનુસાર દૈનિક આયોજનમાં  વાચન, લેખન, ગણન (ઉપચારાત્મક કાર્ય)ના તાસ ફાળવવાના રહેશે. તેમજ દૈનિક નોંધપોથીમાં પણ આયોજન કરવાનું રહેશે.
  • પોતાના વર્ગના વાચન, લેખન, ગણનના નબળા બાળકોની હાજરી પણ નિયમિત કરવા વાલી સંપર્ક કરવાનો રહેશે.
  • તા:૩૦-૦૯-૨૦૧૩ ના આખરી રીપોર્ટ બાદ જે વર્ગનું પરિણામ નબળું લાગે તો આચાર્યશ્રીએ પોતાની શાળામાં આ અભિયાન લંબાવી શકશે અને તેની જાણ સી.આર.સી.કો-ઓર્ડીનેટરને  કરવાની રહેશે.
  • વર્ગની નબળી કામગીરી માટે જે તે વર્ગના શિક્ષક અને ભાષા અને ગણિતના શિક્ષકની જવાબદારી રહેશે. 
  • વાચન, લેખન, ગણનની કામગીરી દરમ્યાન ટી.એલ.એમ., અર્લી રીડર બુકનો મહતમ ઉપયોગ કરવાનો રહેશે. 
  • સ્વ-મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા
  • તા:૦૩-૦૮-૨૦૧૩ની શિક્ષક તાલીમ દરમ્યાન ટેલી કોન્ફરન્સ
  • શાળા નંબર-૧૦નું ગુણોત્સવનું પરિણામ
  • શાળા નંબર-૧૭નું ગુણોત્સવનું પરિણામ
  • શાળા નંબર-૨૬નું ગુણોત્સવનું પરિણામ
  • શાળા નંબર-૩૩નું ગુણોત્સવનું પરિણામ
  • શાળા નંબર-૬૮નું ગુણોત્સવનું પરિણામ
  • તા:૦૧-૦૮-૨૦૧૩, તા:૩૧-૦૮-૨૦૧૩ અને તા:૩૦-૦૯-૨૦૧૩ મૂલ્યાંકન માટેના ફોરમેટ

સી.આર.સી. સલંગ્ન શાળાઓનું ગુણોત્સવ -૨નું પરિણામ 

સી.આર.સી. સલંગ્ન શાળાઓનું ગુણોત્સવ -૩નું પરિણામ 
ગુણોત્સવ-૪ (૨૦૧૨-૧૩) દરેક શાળામાં તા:૧૨-૦૪-૨૦૧૩ ના રોજ તમામ  શાળામાં આયોજન કરવાનું છે. દરેક શાળાએ સ્વ-મૂલ્યાંકન (આંતરિક મૂલ્યાંકન)કરવાનું છે.
સંભવિત ઓક્ટોબર-૨૦૧૩ માં બાહ્ય મૂલ્યાંકન માટે અધિકારી-પદાધિકારીની ટીમ શાળાઓમાં આવશે.
તા:૦૯-૦૪-૨૦૧૩ ના રોજ સવારે  ૯-૦૦ કલાકે ગુણોત્સવ-૪ અન્વયે બાયસેગ પરથી પ્રસારિત થનાર વીડીઓ કોન્ફરન્સ દરેક શાળાના આચાર્ય, એસ.એમ.સી.ના સભ્યો અને શિક્ષકોએ ભાગ લેવાનો  છે.

સી.આર.સી. સલંગ્ન શાળાઓનું ગુણોત્સવ-૪ નું પરિણામ 




ગુણોત્સવ-૫ (૨૦૧૪-૧૫)નું સંભવિત આયોજન 

સી.આર.સી. સલંગ્ન શાળાઓનું ગુણોત્સવ-૫નું પરિણામ 
ગુણોત્સવ-૬નું  પરિણામ 
  1. શાળા નંબર-૧૦ રાજકોટ
  2. શાળા નંબર-૧૭ રાજકોટ
  3. શાળા નંબર-૨૬ રાજકોટ
  4. શાળા નંબર-૩૩ રાજકોટ
  5. શાળા નંબર-૬૮ રાજકોટ
ગુણોત્સવ-૭નું  આયોજન 

ગુણોત્સવ-૭ ની  તા:૧૬,૧૭,૧૮ - જાન્યુઆરી -૨૦૧૭ છે.આ ગુણોત્સવમાં તમામ શિક્ષકોને પણ  ગ્રેડ આપવાનું  રાજ્ય  સરકારનું  આયોજન  છે. શાળાને  અને શિક્ષકને મળેલ ગ્રેડની નોંધ સર્વિસબુકમાં પણ કરવાનું આયોજન રાજ્ય સરકારનું છે.ગુણોત્સવ-૭ની પૂર્વ તૈયારી માટે પ્રથમ સત્રની એકમ કસોટી લઇ શકાય. ધોરણ ૨ થી ૮મા વાચન, લેખન, ગણન  અને ધોરણ ૬ થી ૮ માં શૈક્ષણિક વિષયોનું મૂલ્યાંકન.શું તમે શિક્ષક, આચાર્ય કે સી.આર.સી./બી.આર.સી.કો-ઓર્ડીનેટર છો? અને શાળા કે વર્ગની શૈક્ષણિક ગુણવત્તા સુધારણા થાય તેમ ઈચ્છા ધરાવો છો? તો  ક્લિક  કરો શૈક્ષણિક સુધારણા અને માહિતી સબમીટ કરો.

  • ધોરણ ૬ થી ૮ ની બ્લેન્ક ઓ.એમ.આર.સીટ (પ્રેક્ટીસ માટે)
  • ધોરણ-૬ માટે કસોટી
  • ધોરણ-૭ માટે કસોટી
  • ધોરણ-૮ માટે કસોટી
  • ગુણોત્સવ-૭નો પરિપત્ર
  • ગુણોત્સવ-૭ માટેની પૂર્વ તૈયારી માટેનું આયોજન
  • ગુણોત્સવ-૭ના માર્ગદર્શન માટે વિડીયો કોન્ફરન્સ
  • ગુણોત્સવ-૭ માટેની શાળા ફાઈલનો નમુનો
  • ગુણોત્સવ-૭ શાળા મુલાકાત પત્રક (અધિકારી દ્વારા )
  • ગુણોત્સવ-૭ રોજકામ