] crc4rmc: એસ.ડી.પી.

એસ.ડી.પી.

શાળા વિકાસ યોજનાનું સ્વરૂપ
1.   દૃષ્ટિકોણ (Vision) : આરટીઈ અધિનિયમ, ૨૦૦૯ની જોગવાઈઓની સાથે સુસંગતતા સાધીને શાળાને કાર્યરત બનાવવી.
2.   ઉદ્દેશ્ય : આરટીઈ અધિનિયમ, ૨૦૦૯ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાં (એનસીએફ), ૨૦૦૫ ના ગૃહીત સિદ્ધાંતમાં ઉપલબ્ધ કરવામાં આવેલા પ્રતિમાન અને માનદંડો મુજબ શાળાના આધાર-માળખાં, માનવ સંસાધનો, શિક્ષણની ગુણવત્તા, સમાનતા અને શાળાના સંચાલન ક્ષેત્રે સમય મર્યાદામાં રહીને વિદ્યાર્થી, શિક્ષકો અને શાળાના વાતાવરણના વિકાસને સુનિશ્ચિત કરવો.

નોંધઃ અહીં આપવામાં આવેલ વિગતો માત્ર માર્ગદર્શન માટે છે. તેનો ઉપયોગ કરી દરેક શાળાએ શાળા વિકાસ યોજના તૈયાર કરવાની છે. 
              I. શાળા વિકાસ યોજના તૈયાર કરવા માટે અહીં માત્ર નમૂનારૂપ મુદાઓ આપવામાં આવેલ છે. તેને આધાર તરીકે લઇ શકાય તેમજ તેમાં બીજા મુદાઓને પણ સમાવી શકાય.
             II. શિક્ષણનો અિધકાર અધિનયમ – ર૦૦૯ અંતર્ગત કરવામાં આવેલ જોગવાઇઓની સંપૂર્ણ માહિતી અને રાજય ધ્‍વારા તૈયાર કરવામાં આવેલ નિયમોની માહિતી વિના કોઇપ્‍ણ શાળા વ્‍યવસ્‍થાપન સમિતિ શાળા વિકાસ યોજના તૈયાર કરી શકે નહી.
             III. જયાં સુધી શાળામાં થયેલ નામાંકનના સાચા આંકડા પ્રાપ્‍ત ન થાય ત્‍યાં સુધી ભૌતિક સુવિધા અને માનવીય સંશાધનની જરૂરિયાત અંગે વિશ્‍વાસપાત્ર મૂલ્‍યાંકન થઇ શકે નહી.
            IV. જિલ્‍લા પ્રોજેકટ ઓફિસે જિલ્‍લા વિકાસનું આયોજન કરતી વખતે શાળા વિકાસ યોજનામાં સમાવેશ કરી ભવિષ્‍યના આયોજનને સમાવી લેવાનો રહેશે.
           V. શાળા વિકાસ યોજનામાં સમાવેશ કરેલ અમુક આયોજનનું અમલીકરણ માત્ર ગ્રામ્‍યકક્ષાએ સમુદાયની સામેલગીરીથી, શિક્ષકો, બાળકોલ અને સ્‍થાનિક સત્તાતંત્રની મદદથી કરી શકે જયારે અમુક બાબતો સી.આર.સી., બી.આર.સી., જિલ્‍લાકક્ષાએથી પૂર્ણ કરી શકાય તેવું હશે. ખૂબ જ થોડા આયોજનના અમલીકરણ માટે રાજય કક્ષાએ રજૂઆત કરવાની થાય છે. મધ્‍યાહન ભોજન યોજનાનું મોનીટરીંગ શાળા વિકાસ યોજનાનો જ ભાગ બનાવી શકાય.