] crc4rmc: શિક્ષક તાલીમ-મોનીટરીંગ

શિક્ષક તાલીમ-મોનીટરીંગ



તમામ માર્ગદર્શન  માત્ર સી.આર.સી.નંબર-૪ રાજકોટ કોર્પોરેશનની  સંલગ્ન શાળાઓ માટે છે.
  • આચાર્ય સંકલન બેઠક કામગીરી :

મોનીટરીંગ: 
સી.આર.સી.કો-ઓર્ડીનેટરની શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકન દરમિયાન વિઝીટ બૂક અને મોનીટરીંગ પત્રકોમાં આપેલ સુચનાનો અમલ કરવો. 
  • ધોરણ ૫ થી ૮ માં વિષય વાઈઝ નિબંધ લેખન માટેની નોટ તૈયાર કરાવવી અને તેને નિયમિત ચકાસણી કરી બાળકોની ભૂલોમાં સુધારો કરવો.
  • ધોરણ ૧ થી ૪ ના પ્રજ્ઞા અભિગમની સ્વ-અધ્યયનપોથી બાળકો જાતે ભારે તે અંગે બાળકોને માર્ગદર્શન આપવું.
  • સહ-અભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન તમામ શિક્ષકો જોઈ શકે તેમ નોટીસ બોર્ડ પર લગાવવું. 

તાલીમ મોડયુલ:
  1. ગુજરાતી, હીન્દી, અંગ્રેજી, સંસ્કૃત 
  2. સંગીત, ચિત્ર, શારીરિક શિક્ષણ અને કાયૅાનુભવ
  3. સામાજિક વિજ્ઞાન
  4. શાળાકીય સવૅગ્રાહી મૂલ્યાંકન
  5. તાલીમ સાહીત્ય
  6. વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત
  7. વાચન પર્વ નું મોડ્યુલ તથા માર્ગદર્શન
  8. શાળા દફતર નીભાવણી
  9. જેન્ડર એજ્યુકેશન મોડ્યુલ
  10. મેનેજરીયલ મોડ્યુલ ૨૦૧૩-૧૪
  11. પ્રવૃતીલક્ષી શિક્ષણ (એ.બી.એલ.)મોડ્યુલ-૨૦૧૩-૧૪ ધોરણ- ૧ થી ૫
  12. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ-૧-૨ તાલીમ મોડ્યુલ
  13. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ-૬ થી ૮ હિન્દી, સંસ્કૃત તાલીમ મોડ્યુલ
  14. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ-૬ થી ૮ સામાજિક વિજ્ઞાન તાલીમ મોડ્યુલ
  15. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ-૬ થી ૮ ગુજરાતી, અંગ્રેજી તાલીમ મોડ્યુલ
  16. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ ૬ થી ૮ વિજ્ઞાન અને મેનેજરીયલ વિષય તાલીમ મોડ્યુલ
  17. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ હકારાત્મક અભિગમ
  18. સને-૨૦૧૪-૧૫ બાળકોમાં સર્જનાત્મકતાની ખીલવણી
  19. સને-૨૦૧૪-૧૫ સંસ્કૃત ભાષા શિક્ષણ
  20. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ વર્ગવ્યવહાર
  21. સને-૨૦૧૪-૧૫ નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ
  22. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ટેકનોલોજીનો વર્ગખંડમાં ઉપયોગ
  23. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ બાળકોમાં જિજ્ઞાસા વૃતિની ખીલવણી
  24. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ અસરકારક વર્ગખંડ શિક્ષણ
  25. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ શિક્ષણમાં અસરકારક પ્રત્યાયન
  26. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ હકારાત્મક અભિગમ
  • શિક્ષક તાલીમનું માર્ગદર્શન અને પરીપત્રો:
  • સી.આર.સી.સંલગ્ન શાળાના તમામ શિક્ષકોએ દરેક તાલીમની નોંધપોથી નિયત ફોરમેટમાં નિભાવવી ફરજીયાત છે. તાલીમના અંતે તાલીમાર્થીની સહી, તાલીમના કોઈ એક સી.આર.જી.ની સહી તેમજ સી.આર.સી. કો-ઓર્ડીનેટરની સહી કરાવવી અને તાલીમના બીજા દિવસે શાળાના આચાર્યની  સહી કરાવવી અનિવાર્ય છે. 
  • તાલીમ દરમ્યાન ખાસ કિસ્સા સિવાય અને માંદગી સબબની રજા સિવાય કોઈપણ પ્રકારની રજા મળવાપાત્ર નથી.
  • તાલીમ દરમ્યાન રજા પર રહેનાર શિક્ષકે તાલીમ અગાવ રજા મંજુર કરાવી રીપોર્ટ શાળામાં આપવાનો રહેશે. અને જે તે શાળાના આચાર્યશ્રીએ નિયત ફોરમેટમાં સી.આર.સી.માં તાલીમના પહેલાના દિવસે જાણ કરવાની રહેશે.
  • તા:૦૧-૦૨-૨૦૧૪ની શિક્ષક તાલીમમાં સી.આર.સી.નંબર-૪ ની પેટા શાળા નંબર-૧૦,૨૬,૧૭,૩૩, ૬૮, ના તમામ શિક્ષકોએ (આચાર્ય સહીત) તાલીમ નોંધપોથી   પૂર્ણ કરી સી.આર.સી.માં જમા કરાવવાની રહેશે. તમામ તાલીમની વિસ્તૃત અને સંપૂર્ણ નોંધ કરેલ હોવી જરૂરી છે. પૂર્ણ થયેલ તાલીમની નોંધમાં તાલીમાર્થી સહી, સી.આર.જી.ની સહી, સી.આર.સી.કો-ઓર્ડીનેટરની સહી અને શાળાના આચાર્યની સહી તાલીમ વાઈજ કરાવવાની રહેશે. તાલીમ નોંધપોથી નિભાવવી દરેક તાલીમાર્થી માટે ફરજીયાત છે. અને સી.આર.સી.તાલીમ દરમિયાન આપેલ માર્ગદર્શન અને ફોરમેટ મુજબ નોંધપોથી નિભાવવી. 
  • તા:૦૧-૦૨-૨૦૧૪ની  શિક્ષક તાલીમનું સ્થળ : ડો.બી.આર.આંબેડકર પ્રાથમિક શાળા અને  સમય સવારે ૦૭-૩૦ થી ૧૩-૦૦ નો રહેશે. તાલીમના નિયત સમય કરતા ૧૦ મિનીટ વહેલા આવીને તાલીમના હાજરી પત્રકમાં સહી કરી લેવાની રહેશે.
સી.આર.સી.કક્ષાની તાલીમનું આયોજન સને -૨૦૧૬-૧૭ 
તાલીમ દરમિયાન નીચેની સુચનાઓનો અમલ કરવાનો રહેશે 
  1. તાલીમની નોધપોથી નિભાવવાની રહેશે. 
  2. તાલીમમાં આપેલ આયોજન મુજબ અનુસરવાનું રહેશે.
  3.  તાલીમમાં સી.આર.જી.એ આયોજન કરીને આવવાનું રહેશે.
  4. શિક્ષકે કરેલ શૈક્ષણિક કાર્યનો અહેવાલ તાલીમમાં રજુ કરવાનો રહેશે તેમજ આગામી માસનું શૈક્ષણિક આયોજન બનાવવાનું હોઈ પોતાના ધોરણ/વિષયના પાઠ્યપુસ્તક સાથે લાવવાના રહેશે.
  5. ધોરણ ૫ થી ૮ ના તમામ વિષયોની લીધેલ એકમ  કસોટીની વિગત નિયત ફોરમેટમાં સાથે  લાવવાની રહેશે .
  6. તાલીમ દરમિયાન કોઈ શિક્ષકની રજા શાળા કક્ષાએ મંજુર કરવાની નથી. અનિવાર્ય સંજોગોમાં રજા પર જવાનું થાય તો શાસનાધિકારી સાહેબની પાસે રજા મંજુર કરાવી રીપોર્ટ શાળાના આચાર્ય મારફત સી.આર.સી.સી. પાસે રજુ કરવાનો રહેશે.