] crc4rmc: આર.ટી.ઈ.-એસ.ટી.પી.

આર.ટી.ઈ.-એસ.ટી.પી.


એસ.ટી.પી.

ભારત સરકાર ધ્વારા ૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયત શિક્ષણ પ્રાપ્ત થાય તે હેતુથી સંસદમાં “ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેસન –એકટ, ૨૦૦૯” પસાર કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકારી આપેલ છે. જેનો સમગ્ર દેશમાં તા.૧/૪/૨૦૧૦થી અમલ શરૂ થયેલ છે. રાઈટ ટુ એજ્યુકેશન, આર.ટી.ઈ.-૨૦૦૯ અને ૨૦૧૨ ની જોગવાઈઓ અનુસાર ૬ થી ૧૪ વયજૂથના શાળા બહારના અને સ્થળાંતર કરતાં બાળકોના શૈક્ષણિક પુન:વસન માટે “સર્વ શિક્ષા અભિયાન, રાજકોટ કોર્પોરેશન સી.આર.સી.નંબર-૪ (વોર્ડ નંબર-૪ ) રાજકોટ કોર્પોરેશનની સંલગ્ન શાળાઓને નીચેની સુચના આપવામાં આવે છે. 
  • દરેક શાળા ને સર્વે માટેના વિસ્તાર નક્કી કરવામાં આવેલ છે. તે સર્વેના વિસ્તારનો કાચો નકશો બનાવી સર્વે કરવો. 
  • જે તે વિસ્તારના સર્વેના નામની યાદી અને સર્વેના વિસ્તાર સાથેની યાદી સી.આર.સી.માં  રજુ કરવી.
  • સર્વેના ફાળવેલ વિસ્તારની યાદીની વિગત એસ.એમ.સી.ની બેઠકમાં એજન્ડા તરીકે લેવી.
  • સર્વેના વિસ્તારમાં નવા પ્રવેશપાત્ર બાળકોનો સર્વે , વિકલાંગ બાળકોનો સર્વે અને શાળા બહારના બાળકોનો સર્વે કરવાનો રહેશે.
  • સર્વેનું નિયત ફોરમેટ જે તે શાળાએ નક્કી કરવાનું રહેશે.
  • સર્વે બાબતના માર્ગદર્શન માટે સી.આર.સી., યુ.આર.સી. અથવા કેળવણી નિરીક્ષકનો  સંપર્ક કરવો.
  • શાળા બહારના બાળકો માટેના સર્વે બાદ રજીસ્ટરમાં તબબ બાબતો નોંધીને એસ.એમ.સી.માં ઠરાવ લેવો.
  • સર્વેના વિસ્તારમાંથી ૬ થી ૮ અને ૯ થી ૧૪ વર્ષની વય જૂથના બાળકો મળી આવે તો એસ.ટી.પી. વર્ગ ચાલુ કરવાની દરખાસ્ત સમય મર્યાદામાં કરવાની રહેશે. વિશેસ માર્ગદર્શન માટે સી.આર.સી.કો-ઓર્ડીનેટર, યુ.આર.સી., એ.એલ.એસ.કો-ઓર્ડીનેટરનો  સંપર્ક કરવાનો રહેશે.
  • હાલમાં વોર્ડ નંબર-૪ માં શાળા નમ્બર૨૬ અને શાળા નંબર-૩૩ માં એસ.ટી.પી. વર્ગ ચાલુ છે. દરેક શાળાએ આવા વર્ગ ચાલુ કરવા માટે આયોજન કરવાનું રહેશે.
  • સર્વેના વિસ્તારમાં કોઈ બાળક શાળા બહારનું ન રહે તે જોવાની જવાબદારી જે તે શાળાની રહેશે.